કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી શાળા કોલેજ બંધ હતી.કોરોનાની લહેર જેવી હળવી થઈ કે તુરંત ખાનગી શાળાના સંચાલકો બાળકોનું શિક્ષણ બગડતું હોય વહેલી તકે શાળાઓ શરૂ કરાવવા ધમપછાડા કરતાં હતાં. હવે શાળાઓ શરૂ થઈ જતા અનેક ખાનગી શાળા ઓ સંચાલકોની મેલી મુરાદ સામે આવી રહી છે.ખાનગી શાળા ના સંચાલકો દ્વારા વાલીઓ પર તેમણે નક્કી કરેલી સ્ટેશનરીમાંથી પુસ્તકો અને ચોક્કસ દુકાનમાંથી યુનિફોર્મ ખરીદી કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. કેટલીક શાળાઓ તો એવી છે જેમનો યુનિફોર્મ માત્ર શાળાએ જે નક્કી કરેલ છે તે જ દુકાન દારો પાસે જ મળી રહ્યા છે.

બીજી કોઈ દુકાનમાં જાઓ તો તેમની પાસે યુનિફોર્મ ન હોવાનું જણાવી રહ્યા છે. રાજ્યભરમાં ધોરણ 1થી 12 સુધીના વિધાર્થીઓના વાલીઓની ફરિયાદ ઉઠી રહી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત વડોદરા રાજકોટ જેવા મોટા શહેર આવેલી શાળાઓમાંથી ઘણી બધી શાળાઓ તો એવી છે. જેમનું યુનિફોર્મ અને સ્ટેશનરી સંચાલકો સાથે કમિશન પણ નક્કી કરવામા આવ્યું છે.જેથી દર બે કે ત્રણ વર્ષમાં યુનિફોર્મ અને પુસ્તકો બદલી દેવામાં આવે છે જેના કારણે જો એક ઘરમાં બે બાળક અભ્યાસ કરતા હોય તો પણ એક બીજાના પુસ્તકો પણ ઉપયોગ કરી શકતા નથી.
યુનિફોર્મના ભાવ વધવાની સંભાવના
કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ હોવાથી યુનિફોર્મની ડીમાન્ડ નીકળી ન હતી જેના કારણે સ્ટોક પડ્યો હોવાથી મોટા ભાગની શાળાઓમાં યુનિફોર્મના ભાવમાં વધારો આવ્યો નથી.પરંતુ હવે જ્યારે ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ થઈ ચૂકી છે.જેથી ફરીથી ખરીદી નીકળી છે તેમજ જીએસટીમાં વધારો થવાથી ભાવના વધારો થવાની સંભાવના વધી છે.

