HomeGujaratCentral Gujaratઅમદાવાદ: સેટેલાઈટમાં આવેલા ડી-માર્ટને રૂ.90,000 દંડ,લોલમલોલ

અમદાવાદ: સેટેલાઈટમાં આવેલા ડી-માર્ટને રૂ.90,000 દંડ,લોલમલોલ

 અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઇટમાં આવેલા ડી – માર્ટને 90 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મોલમાં વેચાણ કરવા માટે રાખવામાં આવેલા પેકેટો પર ધી લીગલ મેટ્રોલોજી એક્ટ – 2009 તથા પેકેજ્ડ કોમોડિટીઝ રુલ્સ 2011ના જરૂરી દિશાનિર્દેશો દર્શાવવા ન આવતા હોવા બાબતે ગ્રાહક સૂરક્ષા વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ અંગે પૂરતી જરૂરી તપાસ કરવામાં આવી હતી, જેમાં ડી – માર્ટની બેદરકારી સ્પષ્ટ રીતે જણાઈ આવતા રૂ. 90,000નો આ દંડ ફટકારવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર અને ગ્રાહક સુરક્ષા વિભાગના નિયામક દ્વારા અમદાવાદમાં એક પછી એક સ્થળોએ કડક તપાસ કરવામાં આવી રહી છે અને નિર્ધારિત નીતિ-નિયમોનું પાલન થાય છે કે કેમ ? તેનું ચેકીંગ થઈ રહ્યું છે. રેસ્ટોરન્ટ, થિયેટર, મોલ સહિતના સ્થળોએ આ કામગીરી કરીને મોટા શહેરોમાં ગ્રાહકોને છેતરી રહેલા અને વેચાણ અર્થે મુકેલી વસ્તુઓ પર પુરતી માહિતી ન આપી રહેલા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW