HomeGujaratગેરકાયદે મોબાઈલ ટાવર ખડકી દેવાતા બાળકો, ગર્ભવતીઓના આરોગ્ય પર જોખમ

ગેરકાયદે મોબાઈલ ટાવર ખડકી દેવાતા બાળકો, ગર્ભવતીઓના આરોગ્ય પર જોખમ

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

મોરબી નગર પાલિકા વિસ્તારમાં આવેલ ગૌરાંગ શેરી અને પારેખ શેરી પાસે આવેલ પ્રતિમા એપાર્ટમેન્ટના ઉપરના ભાગે હાલ મોબાઈલ ટાવર મુકવામાં આવ્યો છે. આ ટાવર મુકવા તંત્રની મંજૂરી લેવામાં આવી છે કે કેમ તેં અંગે સવાલ છે જોકે સૌથી વધુ ચિંતાનો વિષય સ્થાનિક લોકોમાં છે. કારણ કે આ મોબાઈલ ટાવર એકદમ ભીડવાળા વિસ્તારમાં છે જેના કારણે અહીં રહેતા બાળકો વૃદ્ધ અને ગર્ભવતી માહિલાઓમાં રેડિએશનના કારણે આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

જેના કારણે સ્થાનિક લોકો તેમજ સામાજિક કાર્યકર રાજુભાઇ દવે,જગદીશભાઈ ભાઈ બાંભણીયા, જનકભાઈ રાજા અને જીગ્નેશભાઈ પંડ્યાએ કલેક્ટરને અરજી કરી ટાવર હટાવવા માંગણી કરી હતી જે બાદ કલેક્ટર દ્વારા પાલિકાને આદેશ કર્યો હતો.અને આ અંગે કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું જોકે પાલિકા કલેક્ટરના આદેશ બાદ પણ આંખ આડા કાન કરી મોબાઈલ ટાવર ઉભો કરનાર લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે સ્થાનિકોએ માંગણી કરી છે કે આ વિસ્તારમાં બાળકો મહિલા અને વડીલો રહેતા હોય આ લોકોના આરોગ્યને ધ્યાનમાં લઇ મોબાઈલ ટાવર દૂર કરવા માગણી કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસ્વીર

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW