મુંબઈ, ગુરુવાર
અથિયા તથા કેએલ રાહુલ પહેલી જ વાર પબ્લિક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. બંનેએ એકબીજાનો હાથ પકડીને ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. મીડિયાની સામે બંનેનું આ પહેલું અપિયરન્સ હતું. બંનેએ સાથે રહીને ઘણા પોઝ આપ્યા હતા.
સુનીલ શેટ્ટીની દીકરીના લગ્ન ટૂંક સમયમાં થવાની ચર્ચા છે. અથિયા શેટ્ટીએ આખરે ક્રિકેટર કેએલ રાહુલ સાથેના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. પહેલી ડિસેમ્બર, બુધવારના રોજ ફિલ્મ ‘તડપ’નો પ્રીમિયર મુંબઈમાં યોજવામાં આવ્યો હતો. અથિયા શેટ્ટીનો ભાઈ અહાન શેટ્ટી આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. આ પ્રસંગે અથિયા પ્રેમી રાહુલના હાથોમાં હાથ નાખીને આવી હતી. રાહુલે સુનીલ શેટ્ટીના પૂરા પરિવાર સાથે પોઝ આપીને ફોટો ક્લિક કરાવ્યા હતા. આ ઇવેન્ટમાં અહાન શેટ્ટીની પ્રેમિકા તાનિયા શ્રોફ પણ આવી હતી. બંને વચ્ચે 2015થી સંબંધો છે. સુનીલ શેટ્ટી પત્ની માના સાથે આવ્યો હતો.રાહુલે પાંચ નવેમ્બરે અથિયા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. રાહુલે અથિયાના જન્મદિવસ પર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘હેપ્પી બર્થડે માય હાર્ટ અથિયા શેટ્ટી.’

