HomeNationalPM મોદી 7 ડિસેમ્બરથી UPની મુલાકાતે, કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્ઘાટન

PM મોદી 7 ડિસેમ્બરથી UPની મુલાકાતે, કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્ઘાટન

ઉત્તર પ્રદેશ,ગુરુવાર

  વર્ષ 2022માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરથી ઉત્તર પ્રદેશની મુલાકાતે જશે.આ પ્રવાસ ગોરખપુરથી શરૂ થશે.વડાપ્રધાન ગોરખપુરમાં HURLની ખાતર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તેઓ ગોરખપુરમાં જ AIIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કરશે. આ પ્રસંગે તેઓ જાહેરસભાને સંબોધિત કરી શકે છે.

   આ સિવાય 13 ડિસેમ્બરે સવારે તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર બનારસમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. કોરિડોરના ઉદ્ઘાટન બાદ ‘ચલો કાશી’ ઉત્સવ એક મહિના સુધી ચાલુ રહેશે. આ અંતર્ગત કાશી વિશ્વનાથ ધામ અને શહેરના અન્ય વિસ્તારોમાં સતત કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ, મેયરના સંમેલન ઉપરાંત ODOP, રમતગમત, સ્પર્ધા, રંગોળી સ્પર્ધા સહિતના અન્ય કાર્યક્રમો પણ ચાલુ રહેશે. જણાવી દઈએ કે કાશી વિશ્વનાથ ધામનું 90% થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. યુપી ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોની તૈયારીઓ પણ તેજ થઈ રહી છે. રાજ્યમાં રાજકીય પીચ તૈયાર કરવા માટે ભાજપ જોરદાર પ્રયાસ કરી રહ્યું છે. ગત દિવસોમાં લખનૌ પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવીને સપાને ઘેરી હતી અને કહ્યું હતું કે,’ હું અખિલેશ યાદવને યાદ કરાવું છું કે તમારી પાર્ટીની સરકારમાં નિર્દોષ રામભક્તોને ગોળીઓથી મારી નાખવામાં આવ્યા હતા.આજે રામલલા એ જ સ્થાને ગર્વ સાથે ગગનચુંબી મંદિરમાં બિરાજમાન થવાના છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW