ટંકારામાં રહેતી એક વિધવા મહિલા ભજીયા બનાવવાના કામ માટે જતી હતી. આ દરમિયાન અવાર નવાર તે સજનપરના વિનોદ બચુભાઈ ભાલોડીયા નામના શખ્સના સંપર્કમાં આવી હતી અને વારંવાર સંપર્કમાં આવતા શખ્સે મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપી તેને પ્રેમ સંબંધ ફસાવી હતી બાદમાં લગ્નની લાલચ આપી વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું જયારે મહિલાએ લગ્ન માટે કહેતા શખ્સ ફરી ગયો હતો જેથી ગે મહિલાએ ટંકારા પોલીસ મથકમાં આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે ફરિયાદ આધારે પોલીસે બીએનએસ એક્ટ હેઠળ ગુન્હો નોધી વધુ તપાસ હઠળ ધરી છે.
