મોરબીના પંચાસર રોડ મેગા ડીમોલીશન કામગીરી બાદ મોરબી મહાનગર પાલિકા દ્વારા ફરી એકવાર દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વખતે મનપાની એસ્ટેટ વિભાગની ટીમ મોરબી શહેરના વાવડી રોડ વિસ્તારમાં આવેલા કપિલા હનુમાન પાસે ચોકડી વિસ્તારમાં પહોચી હતી.

જ્યાં 9 મીટરના સૂચિત રોડ પર ખડકાયેલી 6 જેટલી ઓરડી અને બે દુકાન પર જેસીબી ફેરવી જગ્યા સાફ કરી હતી આ ઉપરાંત ખારીવાડી પ્રાથમિક શાળા ગુચર વાડી સુધીના વિસ્તારમાં 800 મીટર લાંબા ગાડા માર્ગની બન્ને સાઈડ ખડકાયેલ દબાણ હટાવી રોડની પહોળાઈ 25 ફૂટ કરી દેવામાં આવી હતી.
