HomeGujaratમોરબીમાં લુડો ગેમ પર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીમાં લુડો ગેમ પર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીના ગાંધી ચોક વિસ્તારમાં સિવિલ હોસ્પિટલના ગેટ નજીક જાહેરમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે પૈસાની હારજીતનો લુડો જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સ્થળ પરથી રૂ. 700 રોકડા અને રૂ. 5,000ની કિંમતનો ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ મળી કુલ રૂ. 5,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે મકબુલ નિઝામભાઈ ચાનીયા (ઉં.વ. 30, રહે. કાલિકા પ્લોટ, ભવાની સોડાવાળી શેરી, રવાપર રોડ, મોરબી) અને મુસ્તાક અબ્દુલભાઈ સુમરા (ઉં.વ. 40, રહે. વીશીપરા, જલજલા પાન પાસે, મૂળ મોરબી)ને પકડી પાડ્યા હતા.

બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે બંનેની અટકાયત કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,740SubscribersSubscribe

TRENDING NOW