HomeGujaratમોરબીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા, રૂ. 7,500નો મુદ્દામાલ જપ્ત

મોરબીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા, રૂ. 7,500નો મુદ્દામાલ જપ્ત

મોરબીના કંડલા બાયપાસ નજીક આવેલા મારુતિ નંદન એપાર્ટમેન્ટ પાસેની શેરીમાં જાહેરમાં પૈસાની હારજીત સાથે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની કાર્યવાહી દરમિયાન પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા ત્રણેય શખ્સોને પકડી પાડ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા કુલ રૂ. 7,500ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.

પોલીસે પકડાયેલા આરોપીઓમાં ધર્મેન્દ્રભાઈ દાનાભાઈ જારીયા, કરીમભાઈ હુશેનભાઈ ચાનીયા અને રમેશભાઈ ઉર્ફે મીથુન લીલાધરભાઈ કાનાબારનો સમાવેશ થાય છે. આ ત્રણેય વિરુદ્ધ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,740SubscribersSubscribe

TRENDING NOW