મોરબી એલસીબી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ટંકારા શહેરમાં જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી કબજે કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, એલસીબી પોલીસ ટીમ ટંકારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન અમરાપર રોડ પર આવેલી સરકારી હોસ્પિટલ સામે જાહેરમાં કેટલાક શખ્સો વર્લી મટકાનો જુગાર રમતા હોવાની હકીકત સામે આવી હતી. જેથી પોલીસે સ્થળ પર કાર્યવાહી કરી ગુલામદસ્તગીર બાબુશા શાહમદાર (રહે. ટંકારા), રાજેશભાઈ ઘોઘાભાઈ વાઘાણી (રહે. મોરબી) અને નવઘણભાઈ મોનાભાઈ ભુકુ (રહે. ટંકારા)ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 9,480 રોકડા તેમજ આંકડા લખેલી ડાયરી અને પેન કબજે કર્યા હતા. આ ઉપરાંત જુગારના આ બનાવમાં આદમભાઈ ઉર્ફે આદુ અબરાણી (રહે. ટંકારા)નું નામ પણ ખુલ્યું હતું. આ મામલે એલસીબી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


