અમદાવાદ, બુધવાર
અમદાવાદ એરપોર્ટ પર પ્રી પેઈડ ઓટો સર્વિસ શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા જે કિલોમીટરનું ભાડુ નક્કી કરવામાં આવ્યું છે તે પ્રમાણે જ ભાડુ વસુલ કરવામાં આવશે. પ્રવાસી એરપોર્ટના ટર્મિનલ બહાર આવશે અને ઓટો બુક કરાવવાની હોય તો કાઉન્ટર પર લોકેશન આપવાનું રહશે. લોકેશન પરથી કિલોમીટર પ્રમાણે ભાડુ નક્કી થઈ જશે અને ભાડુ પણ ડિજીટલ ચૂકવાનું રહેશે. ત્યાર બાદ એક સ્લીપ કાઉન્ટર પરથી મળી જશે. એ સ્લીપ સાથે કાઉન્ટર બહારથી ઓટો મળી જશે.
આ અંગે spospl ના ડાયરેક્ટર અલ્પેશ દોશીનું કહેવું છે એરપોર્ટ પર પ્રી પેઈડ ઓટો સર્વિસ શરૂ કરી છે. જેના કારણે ઓટોના કિલોમીટરના ભાવ સરકારે નક્કી કર્યા છે તે પ્રમાણે ભાડુ પ્રવાસીઓ પાસેથી લેવામાં આવશે. કાઉન્ટર પર જ પેમેન્ટ કરી દેવાનું રહેશે. તેમજ પ્રી પેઈડ ઓટો સર્વિસમાં જે પણ રિક્ષા યૂનિયન જોડાશે. તે રિક્ષા ચાલકને ટી-શર્ટ, આઈ એમ વેકસીનેટ બકલ અને સેફટી શૂઝ આપવામાં આવશે.પ્રિ પેઈડ ઓટો માટે રિક્ષા ચાલકોએ રિક્ષાનું રજિસ્ટ્રેશન, કોવિડ વેકસીનેટ, લાયસન્સ, યૂનિયન મેમ્બરનો લેટર અને પોલીસ વેરિફિકેશન ફરજિયાત આપવાનું રહેશે. જેના કારણે કંપની પાસે રિક્ષા ચાલકના ડેટા રહેશે. તેમજ કમાન એન્ડ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. રિક્ષા ચાલકો અને પ્રવાસીઓ અને વાહનની અવર જવરનું મોનિટરીંગ કરવામાં આવશે. પ્રવાસીઓને મનફાવે તેવા ભાડામાંથી તો રાહત થશે. (ફાઇલ ફોટો)

