HomeGujaratમોરબી સહિત નવરચિત મહાનગરપાલિકાઓને 11 પાયાની સુવિધાઓ માટે વિનામૂલ્યે મળશે સરકારી જમીન

મોરબી સહિત નવરચિત મહાનગરપાલિકાઓને 11 પાયાની સુવિધાઓ માટે વિનામૂલ્યે મળશે સરકારી જમીન

ગુજરાત સરકારે મોરબી સહિત રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓના વિકાસને વેગ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મહેસૂલ વિભાગ દ્વારા આ મહાનગરપાલિકાઓને 11 પ્રકારની પાયાની નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે સરકારી જમીન ફાળવવાનો સત્તાવાર ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે.

સરકારના આ નિર્ણયથી હવે મોરબી મહાનગરપાલિકા સહિતની નવી મહાનગરપાલિકાઓને જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં મોટી રાહત મળશે.

આ નિર્ણય અંતર્ગત મ્યુનિસિપલ સેવા સદન, ટાઉનહોલ, ફાયર સ્ટેશન, પાણી પુરવઠા યોજના, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર નેટવર્ક, પમ્પિંગ સ્ટેશન તેમજ ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટેના પ્લાન્ટ સહિત કુલ 11 પ્રકારની જાહેર સુવિધાઓ માટે સરકારી જમીન વિનામૂલ્યે ફાળવી શકાશે.

ખાસ વાત એ છે કે જમીન ફાળવણીના નિયમોમાં આગામી પાંચ વર્ષ માટે વિશેષ છૂટછાટ આપવામાં આવી છે. જેથી નવી મહાનગરપાલિકાઓને વિકાસલક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં સરળતા રહેશે અને જમીન સંપાદન પાછળ થતો ખર્ચ પણ બચી શકશે.

મોરબી મહાનગરપાલિકા માટે પણ સરકારનો આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હવે શહેરમાં ફાયર સ્ટેશન, પાણી પુરવઠો, ભૂગર્ભ ગટર અને કચરાના નિકાલ જેવી આવશ્યક નાગરિક સુવિધાઓના વિસ્તરણ માટે નવી તકો ઊભી થશે.

સરકારના આ નિર્ણયથી મોરબી સહિત નવ નવી મહાનગરપાલિકાઓના શહેરી વિકાસને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW