HomeGujaratટંકારામાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

ટંકારામાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

ટંકારા પોલીસ દ્વારા દારૂબંધીના ગુનાઓમાં સંડોવાયેલા બે શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બંને આરોપીઓને રાજકોટ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અલગ-અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ અંગે મળતી વિગતો મુજબ, ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબીશનના ગુનાઓમાં સંડોવાયેલા મચ્છાભાઈ પરબતભાઈ વરૂ (રહે. કાલાવડ રોડ, કોટેચા ચોક, રાજકોટ) અને મોમભાઈ કરમણભાઈ વરૂ (રહે. 150 ફૂટ રિંગ રોડ, એસઆરપી કેમ્પ સામે, રાજકોટ) વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. જે દરખાસ્તને મંજૂરી મળતા બંને શખ્સો સામે પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની બે અલગ-અલગ ટીમો બનાવી રાજકોટ ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને આરોપીઓને ઝડપી પાડી પાસા એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી હતી. બાદમાં મચ્છાભાઈ વરૂને વડોદરા મધ્યસ્થ જેલ અને મોમભાઈ વરૂને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW