મોરબીથી નવલખી તરફ આવેલી ઝૂપડ પટ્ટીમાં રહેતા ભરતભાઈ રાયમલભાઈ નગાણી નામના 60 વર્ષના વૃદ્ધ નવલખી રોડ પર આવેલા ઓવર બ્રીજ પાસેના રેલ્વે ટ્રેક ક્રોસ કરવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેન ધસી આવી હતી. અચાનક ટ્રેન સામે આવી જતા તેમને બચવાનો મોકો મળ્યો ન હતો અને તેઓ ટ્રેન સાથે ટકરાઈ ગયા હતા આ બનાવમાં ભરતભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવ બાદ તેમના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા આ બનાવમાં સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માત મોત અંગે ની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે,


