HomeGujaratનવા વર્ષમાં ઠંડીનો ચમકારો અનુભવાયો,લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું

નવા વર્ષમાં ઠંડીનો ચમકારો અનુભવાયો,લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું

નવેમ્બર મહિનો અડધો પૂર્ણ થવા આવ્યો છતાં હજુ સુધી દિવસે ઉનાળા જેવી આકરી ગરમી પડી રહી છે.દિવાળી પર્વ બાદ ઠંડીનો અનુભવ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી જે આગાહી સાચી સાબિત થઈ રહી હોય તેમ વ્હેલી સવારે હળવી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું જોર થોડું વધારે અનુભવાઈ રહ્યું છે જોકે શહેરી વિસ્તારમાં હજુ સવારે અમુક કલાક સુધી હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી લઘુતમ 19 ડિગ્રી સુધી નોંધાયો હતો. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન 18 ડિગ્રી સુધી પારો નોંધાયો હતો.

દિવસ દરમિયાન હજુ ગરમીનું જોર વધારે રહે છે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.અને આગામી ત્રણ દિવસ 37-38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે સવારે અને સાંજે હળવા છૂટા છવાયા વાદળ છાયુ વાતાવરણ સર્જાય શકે છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW