મોરબી સિરામિક મેન્યુ એસોસિએશનના પુર્વ પ્રમુખ એકોર્ડ ગૃપના ફાઉન્ડર ચેરમેન તેમજ સમાજસેવક સ્વ. નરભેરામભાઇ માવજીભાઈ સરડવાનીતા. ૯/૧૧/૨૦૨૬ના સોમવારના રોજ પ્રથમ માસિક પુણ્યતિથિએ હોય અને આ પ્રથમ માસિક પુણ્યતિથિએ એકોર્ડ ગૃપ દ્વારા મહાસફાઇ અભિયાન થકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.દિવાળીના પાવન પર્વ પર કરવામાં આવી રહ્યું છે આ મહાસફાઇ અભિયાન મોરબી શહેરના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ થી સર્કીટ હાઉસ સુધીના રોડ ઉપર જેસીબી મશીન , ટ્રેક્ટર તેમજ બહોળી સંખ્યામાં સરડવા પરિવારના સભ્યો સાથે ફેક્ટરીના શ્રમિકો સાથે મળી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અભિયાનમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગિતાબેન રૈયાણી તેમજ એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ના ચેરમેન રમાબેન કેતનભાઈ બોપલિયા,સાથે સિરામિક મેન્યુ એસોસિએશન ના પ્રમુખ નરેન્દ્રભાઇ સંઘાતના માર્ગદર્શન થી આ અભિયાનનુ આયોજન કરવામાં આવ્યું છે સાથે ખીમજીભાઈ સરડવા,ચતુરભાઇ સરડવા, ભરતભાઈ સરડવા, કિશોરભાઈ સરડવા તેમજ સાગરભાઇ સરડવાની સાથે સમગ્ર ટીમે જહેમત ઉઠાવી છે



