HomeGujaratમોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના...

મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા માળીયા તાલુકાના વેણાસર ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે ગામમાં ચાલતા વિવિધ સરકારી પ્રકલ્પો, સરકારી જમીનો અને જાહેર સુવિધાઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કલેક્ટરે વેણાસર ખાતે ‘સ્વામિત્વ યોજના’ હેઠળના ઘર તેમજ ગામના વિવિધ સર્વે નંબર્સનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જેમાં તળાવ, અનુસૂચિત જાતિ સ્મશાન અને નવા ગ્રામતળની જમીન, બિનખેતી રહેણાંક હેતુની જમીન તથા ગૌચર/નવા ગ્રામતળની સ્થિતિ ચકાસી હતી. આ ઉપરાંત, કલેક્ટરે ગામની આંગણવાડી તેમજ વેણાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય અને બાળકલ્યાણ સેવાઓની સમીક્ષા કરી હતી. તમામ ગ્રામીણ સુવિધાઓ અને જમીન સંબંધિત બાબતોમાં લોકહિતને ધ્યાને રાખી વહીવટી પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW