HomeGujaratમોરબીના આમરણ (ડાયમંડનગર) ખાતે સમસ્ત કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય...

મોરબીના આમરણ (ડાયમંડનગર) ખાતે સમસ્ત કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

મોરબી જિલ્લાના આમરણ ગામના ડાયમંડનગર ખાતે સમસ્ત કાસુન્દ્રા પરિવાર ગુજરાત દ્વારા માતાજીના આશીર્વાદથી સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ, અખંડ વિષ્ણુ યજ્ઞ તથા શ્રી નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવનું આયોજન તા. 10 થી 16 નવેમ્બર, 2025 દરમિયાન શ્રી રામજી મંદિર ગ્રાઉન્ડ, ડાયમંડનગર (અમરાણા) ખાતે કરવામાં આવ્યું છે.

આ સપ્તાહ દરમિયાન કથાવાચક મહામંડલેશ્વર ધ્યાનયોગી પરમ પૂજ્ય  અવધકિશોરદાસજી રામાયણી (તપોવન આશ્રમ, મોટેરા) પોતાની આગવી આધ્યાત્મિક શૈલી અને સંગીતમય વાણીમાં શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવશે. કથામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર, ભક્તિ, ધર્મ અને આધ્યાત્મિક જ્ઞાનના વિવિધ પ્રસંગોનું વર્ણન કરવામાં આવશે.

સાત દિવસીય આ ધાર્મિક મહોત્સવમાં પોથીયાત્રા, વિવિધ ધાર્મિક પ્રસંગો, અખંડ વિષ્ણુ યજ્ઞ, નવચંડી યજ્ઞ તેમજ રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન અને રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંતો-મહંતો અને ધર્મપ્રેમી ભક્તોની ઉપસ્થિતિ રહેશે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન સમસ્ત કાસુન્દ્રા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આયોજકોએ ધર્મપ્રેમી જનતાને પરિવાર સહિત ઉપસ્થિત રહી કથા શ્રવણ અને ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW