HomeGujaratમોરબી મનપાની કારોબારી બેઠકમાં 46 ભંગાર વાહનો કાઢી રૂ. 32 લાખ એકઠા...

મોરબી મનપાની કારોબારી બેઠકમાં 46 ભંગાર વાહનો કાઢી રૂ. 32 લાખ એકઠા કરવા નિર્ણય લેવાયો

મોરબી મહાનગરપાલિકા ખાતે દિવાળી પહેલા કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં સમિતિ દ્વારા અલગ અલગ એજેન્ડા પર ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યો હતો. કારોબારી બેઠકમાં જુના પુરાણા ભંગાર થયેલા વાહનોની નિકાલ કરી તેના રૂ 32 લાખ એકત્ર કરવાના નિર્ણય લેવાયો છે આ ઉપરાંત છેલ્લા ઘણા મહિનાથી એજન્સી ન આવવાના કારણે અટકી પડેલા કમ્પ્રેસ્ડ  બાયોગેસ પ્લાન્ટ 60:40ના ધોરણે લાવવા નિર્ણય લેવાયો છે લગભગ 147 કરોડના ખર્ચે બનનારા આ પ્લાન્ટ લાલપર ખાતેની ડમ્પિંગ સાઈટ ખાતે 13 એકર જગ્યામાં 250 ટન ક્ષમતાનો બાયોગેસ કમ્પ્રેસ્ડ  પ્લાન્ટ માટે કારોબારી એ મંજૂરી આપી છે મનપા અ પ્લાન્ટ માટે પોતાના 40 ટકા હિસ્સો રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગમાંથી આવતી ગ્રાન્ટનો ઉપયોગ કરશે જયારે 60 ટકા રકમ કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીને કરવાનો રહેશે એજન્સીને 15 વર્ષ સુધી સંચાલન કરશે  હાલ આ પ્રોજેક્ટ હજુ મંજુરીના સ્ટેજમાં હોય જેથી શરુ થતા સમય લાગી શકે છે જે તે એજન્સી ને મનપા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના કચરાને પણ લેવાનો રહેશે

કારોબારી બેઠકમાં નવી બનેલી મનપા કચેરીની આસપાસ વિસ્તારમાં 10 હજાર ચોરસ ફૂટ જગ્યા માટે 18 લાખ જેટલો ખર્ચ અંગે નું બીલ મુકવામાં આવ્યું હતું જોકે બિલમાં  વિસંગતતાનું કારણ આપી બીલ અટકાવી દેવાયું હતું આ ઉપરાંત મોરબીની મચ્છુ નદીમાં દર વર્ષે જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ જતું હોય છે અને આ જળકુંભીના કારણે નદીમાં બિન જરૂરી કચરો એકઠો થવાથી મચ્છરનો ઉપદ્રવ વધે છે આ કારણસર હવે મહાનગરપાલિકા દ્વારા સ્વ ખર્ચે નિયમિત સફાઈ કરવા અને તેના માટે જરૂરી સાધન મહાનગર પાલિકા પુરા પાડશે

નંદીઘરમાં રાખવામાં આવેલા બિનવારસી નંદીને સાચવવામાં આવ્યા હોય અને તેના માટે અલગ અલગ સ્થળેથી દાતાઓ દ્વારા ઘાસચારો આપવામાં આવે છે ત્યારે આ ઘાસ ચારો નંદીઘર સુધી દાતાને પહોચાડવાની જરૂરી નહી પડે મનપા દ્વારા પોતે તેના વહનની વ્યવસ્થા કરશે અને ખર્ચ મહાનગરપાલિકાના ભંડોળમાંથી ખર્ચ કરવાનો નિર્ણય આ કારોબારી બેઠકમાં લેવાયો છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW