અમદાવાદ મુંબઈ હાઈ-વે પરથી અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના મોત થયા હોવાની પણ વિગત મળી છે. રસ્તા પર જતી કારે અચાનક સંતુલન ગુમાવતા તે ડિવાઈડરની સાથે અથડાઈ હતી. જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. અકસ્માતની ઘટનાને લઇને રાહદારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. એક વ્યક્તિનું આ ઘટનામાં મોત સ્થળ પર થતા પરિવાર માથે આભ ફાટ્યું છે.
બીજા વ્યક્તિનું મોત સારવાર મળે તે પહેલા થયું હતું. પોલીસે બંને વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટના ખેડા નજીક વાત્રક નદીના પુલ પાસે બનવા પામી હતી. બુધવારના રોજ સવારના સમયે એક કાર વડોદરા તરફ જઈ રહી હતી. બેકાબુ બનેલી કાર રસ્તાના ડિવાઈડરની સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કારની આગળની સાઈડનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની ઘટનાને પગલે રાહદારીઓ ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં કારમાં સવાર સહિત અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.

જે સમયે ઘટના બની તે સમયે કારમાં બે મહિલા અને બે પુરુષ સવાર હતા. ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓમાં આનંદી રાવલ અને મેહુલ જોશીનો સમાવેશ થાય છે. આ બંનેને સારવાર માટે ખેડાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા કાર સુરેન્દ્રનગરની હતી અને કાર ચાલક અને કારમાં બેસેલા લોકો પર સુરેન્દ્રનગરના વતની હતા. મૃતક વ્યક્તિનું નામ ઉદય રાવલ હોવાનું સામે આવ્યું છે.

