મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં તળાવિયા શનાળા ગામ જવાના રોડ પર એક ટ્રકની બાઈક સાથે ટક્કર થઇ હતી આ ઘટનામાં બાઈક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું બનાવ અંગે મૃતકના સાળાની ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઊંચી માંડલ નજીક GJ 36 AB 4228 બાઈક પર જઈ રહેલા હિતેશભાઈ નામના યુવકને તળાવિયા ગામ તરફ જવાના રસ્તે RJ 19GF 5548 નંબરના ટ્રક ના ચાલકે ટક્કર મારી હતી આ ઘટનામાં બાઈક સવાર હિતેશભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે મૃતકના સાળા સંતોષભાઈ ઝીંઝવાડિયાની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
