મોરબીમાં 15 વર્ષીય સગીરાને મૂળ ભાવનગર જીલ્લાના રાજપરા ગામના ગૌતમ ઉર્ફે નિલેશ શાંતિલાલ વોરા નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો અને અલગ-અલગ જિલ્લામાં તેના સબંધીઓને ઘરે લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના અંગે સહિતના પરિવારજનો એ કરેલી ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો જે બાદ કેસની સુનાવણી મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. મદદનીશ સરકારી વકીલ નીરજ કારિયા દ્વારા કેસમાં રજૂ કરવામાં આવેલા 13 સાક્ષીઓ અને 37 લેખિત પુરાવા તપાસ કર્યા હતા અને ભોગ બનનાર સગીરા વતી દલીલો રજૂ કરી હતી સ્પેશીયલ પોક્સો કોર્ટના જજ દ્વારા બન્ને પક્ષની દલીલો અને પુરાવા આધારે આરોપી ગૌતમ ઉર્ફે નિલેશ શાંતિલાલ વોરાને ગુનેગાર ઠેરવી 20 વર્ષની કેદની સજા ફટકારી હતી સાથે સાથે 20 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. બીજી તરફ ભોગ બનનારના સગીરા અને તેના પરિજનોને વળતર પેટે રૂ 4 લાખની રકમ ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ કર્યો હતો.


