HomeGujaratવાંકાનેરના મેસરીયા ગામે નજીવી બાબતે યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો

વાંકાનેરના મેસરીયા ગામે નજીવી બાબતે યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રામજી મંદિરના ચોરા પાસે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીને પગલે એક યુવક પર ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાખોરોએ યુવકને ઢીકાપાટુનો માર મારવા ઉપરાંત લોખંડના પાઇપ વડે માથામાં ફટકો મારતાં તેને ટાંકા લેવા પડે તેવી ઇજા પહોંચી હતી. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ, મેસરીયા ગામના રહેવાસી 34 વર્ષીય પ્રકાશભાઈ વાલાભાઈ બેડવાએ આરોપી વિશાલભાઈ હેમુભાઈ વાળા, સમીર હેમુભાઈ વાળા, બાદલ હેમુભાઈ વાળા અને હંસાબેન હેમુભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અગાઉ વિશાલભાઈ સાથે થયેલી બોલાચાલી અને ઝઘડાની અદાવત રાખીને ચારેય આરોપીઓએ પ્રકાશભાઈ પર હુમલો કર્યો હતો. દરમિયાન તેમને ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપ વડે માથાના ભાગે ફટકો મારવામાં આવ્યો હતો, જેના કારણે ગંભીર ઇજા થતાં ટાંકા લેવા પડ્યા હતા.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW