HomeGujaratહળવદના ઘણાંદ ગામે ઓનલાઈન ગેમના દેવામાં યુવકે જીવન ટૂંકાવ્યું

હળવદના ઘણાંદ ગામે ઓનલાઈન ગેમના દેવામાં યુવકે જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના ઘણાંદ ગામમાં ઓનલાઈન ગેમિંગની લત અને આર્થિક સંકટ સાથે જોડાયેલી દુઃખદ ઘટના સામે આવી છે. 31 વર્ષીય ધનશ્યામભાઈ નાનજીભાઈ સોલંકીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદના ઘણાંદ ગામના રહેવાસી ધનશ્યામભાઈ સોલંકીને ઓનલાઈન ગેમ રમવાની ટેવ હતી. ગેમ રમતી વખતે મોટી રકમ ગુમાવવાના કારણે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમના પર દેવું વધી ગયું હતું. આર્થિક બોજ અને માનસિક તણાવ વચ્ચે તેમણે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી.

ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, તબીબોની સારવાર છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા નાનજીભાઈ પિતામ્બરભાઈ સોલંકીએ હળવદ પોલીસને જાણ કરી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 હેઠળ અકસ્માતે મોત અંગે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW