HomeGujaratમકનસરમાં રહેણાંક મકાનમાંથી રૂ.53,855નો વિદેશી દારૂ ઝડપાયો

મકનસરમાં રહેણાંક મકાનમાંથી રૂ.53,855નો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી તાલુકાના મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૮૯ બોટલ, કુલ કિંમત રૂ.53,855નો મુદ્દામાલ ઝડપી લીધો છે. આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે મકનસર ગામના પ્રેમજીનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન કરણભાઈ ધર્મેન્દ્રભાઈ ચૌહાણના કબજા-ભોગવટાવાળા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૮૯ બોટલ મળી આવી હતી.

પોલીસે સ્થળ પરથી કુલ રૂ.53,855ની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી કરણભાઈ ધર્મેન્દ્રભાઈ ચૌહાણ સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો.

આથી મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW