HomeGujaratમોરબીના ભડિયાદમાં દુકાન સામે સૂવાની ના પાડતાં વેપારી પર છરી વડે જીવલેણ...

મોરબીના ભડિયાદમાં દુકાન સામે સૂવાની ના પાડતાં વેપારી પર છરી વડે જીવલેણ હુમલો

મોરબીના ભડિયાદ ગામમાં દુકાન સામે સૂવાની મનાઈ કરવાના જૂના મનદુઃખને લઈ દુકાનદાર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં દુકાનદારને મોઢા અને આંખના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ભડિયાદ ગામે દુકાન ધરાવતા મોહીન્દ્રભાઈ મગનભાઈ અઘારા (ઉં.વ. 43)એ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં પ્રભુભાઈ સુરેલા, રહે. ભડિયાદ, વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી પ્રભુભાઈ અવારનવાર તેમની દુકાનની સામે સૂતા હતા. જેથી આશરે ત્રણ મહિના અગાઉ મોહીન્દ્રભાઈ એ તેમને દુકાન સામે નહીં સૂવા માટે જણાવ્યું હતું.

આ બાબતનો ખાર રાખીને આરોપી પ્રભુભાઈ ગઈકાલે સવારે ભડિયાદ કાંટા પાસે મહેતા કોલેજ નજીક આવેલી મોહીન્દ્રભાઈની દુકાને પહોંચ્યા હતા અને છરી વડે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન મોહીન્દ્રભાઈને મોઢા તથા આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી.

બનાવ અંગે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW