મોરબી જિલ્લામાં લોકશાહીની પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા અને યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉમદા આશયથી આજરોજ તા.01/10/2026ના રોજ આઈ.ટી.આઈ. ટંકારા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન નવા ઉમેરાતા યુવા મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ કેવી રીતે નોંધાવવું, નામ રદ કરાવવું તેમજ નામ કે સરનામામાં જરૂરી સુધારા-વધારા કરવા અંગેની કાયદાકીય અને સરળ પ્રક્રિયા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચૂંટણી પંચની આધુનિક ટેકનોલોજી આધારિત સેવાઓ જેવી કે ECI NET અને ‘Voter Services Portal’ (VSP) નો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ પ્રાયોગિક માહિતી પૂરી પાડવામાં આવી હતી.
ટંકારા ITI ના તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ એ આ જાગૃતિ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોકશાહીને મજબૂત કરવાના આ કાર્યક્રમમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.

