HomeGujarat‘નર્મદા પુત્ર’ સાવરિયા મહારાજનું ગતકાલે શૂલપાણેશ્વર ખાતે નિધન, ભક્તોમાં શોક

‘નર્મદા પુત્ર’ સાવરિયા મહારાજનું ગતકાલે શૂલપાણેશ્વર ખાતે નિધન, ભક્તોમાં શોક

નર્મદા પરિક્રમા સાથે છેલ્લા ત્રણ દાયકાથી જોડાયેલા અને ‘નર્મદા પુત્ર’ તરીકે ઓળખાતા સાવરિયા મહારાજનું ગતકાલે લાંબી બીમારી બાદ શૂલપાણેશ્વર ખાતે અવસાન થયું હતું. તેઓ છેલ્લા બે વર્ષથી બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી નર્મદા ભક્તો તથા પરિક્રમાવાસીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.

1000થી વધુ વખત પરિક્રમા કરવાનો દાવો

સાવરિયા મહારાજે જીવનકાળ દરમિયાન 1000થી વધુ વખત નર્મદા પરિક્રમા કરી હોવાનો દાવો કરવામાં આવે છે. તેઓ પગપાળા, ઉઘાડા પગે અને માત્ર કેસરી વસ્ત્ર ધારણ કરીને પરિક્રમા કરતા હતા. નર્મદા પરિક્રમા પ્રત્યેની તેમની શ્રદ્ધા અને સાધનાને કારણે ભક્તોમાં તેમની આગવી ઓળખ ઊભી થઈ હતી.

લાખો પરિક્રમાવાસીઓ સાથે જોડાણ

સાવરિયા મહારાજે 4 લાખથી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરાવવામાં માર્ગદર્શન આપ્યું હોવાનો પણ દાવો કરવામાં આવે છે. વર્ષોથી પરિક્રમા સાથે જોડાયેલા હોવાને કારણે તેઓ અનેક પરિક્રમાવાસીઓના પરિચયમાં રહ્યા હતા અને તેમની સાથે ગાઢ સંબંધ ધરાવતા હતા.

પરિક્રમા દરમિયાન નર્મદા સ્નાનની વિશેષ સાધના

પરિક્રમા દરમિયાન નર્મદા સ્નાનને પણ તેઓ વિશેષ મહત્વ આપતા હતા. 31 દિવસની પરિક્રમા દરમિયાન 900થી 1000 વખત નર્મદા સ્નાન કર્યું હોવાનો સાવરિયા મહારાજે દાવો કર્યો હતો. તેમની સાદગીભરી જીવનશૈલી અને નર્મદા પ્રત્યેની અખંડ ભક્તિને કારણે તેઓ નર્મદા ભક્તોમાં જાણીતા બન્યા હતા.

શૂલપાણેશ્વર ખાતે તેમણે અંતિમ શ્વાસ લેતા નર્મદા પરિક્રમા સાથે જોડાયેલા ભક્તો અને સાધકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી નર્મદા પરિક્રમાની પરંપરા સાથે જોડાયેલા સાવરિયા મહારાજના અવસાનને ભક્તો માટે મોટી ખોટ તરીકે જોવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW