HomeGujaratમોરબી નજીક દુકાને ચીજવસ્તુ લેવા ગયેલી 13 વર્ષની સગીરા ગુમ

મોરબી નજીક દુકાને ચીજવસ્તુ લેવા ગયેલી 13 વર્ષની સગીરા ગુમ

મોરબી નજીક હરીપર-કેરાળા રોડ પર આવેલી એક કારખાનાની કોલોનીમાંથી ૧૩ વર્ષની તરુણી ભેદી સંજોગોમાં ગુમ થતાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ગત તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બપોરે આશરે ૧૧ વાગ્યે તરુણી રોડ પર આવેલી દુકાનેથી સામાન લેવા જવાનું કહી પોતાના રૂમમાંથી નીકળી હતી. જોકે, ત્યારબાદ તે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

પરિવારજનોએ આસપાસના વિસ્તારો તેમજ વતનમાં પણ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તરુણીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે પરિવારજનોએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે કોઈ અજાણ્યો ઈસમ તરુણીને લાલચ આપી અથવા બળજબરીપૂર્વક લઈ ગયો હોઈ શકે છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી સગીરાની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,650SubscribersSubscribe

TRENDING NOW