મોરબી તાલુકાના ગોર ખીજડિયા પાટીયાથી નારણકા સુધીના રોડની હાલત અત્યંત ખરાબ બની જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર સતત વાહનવ્યવહાર રહેતો હોવાથી નાના-મોટા અકસ્માતો સર્જાતા હોવાની રજૂઆત માનસર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. રોડની સાઈડમાં ગેસ લાઇન નાખવાના કામને કારણે પણ અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ છે.
આ ઉપરાંત વનાળિયા અને માનસર વચ્ચે પીવાના પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ રોડ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે બાઈકચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે. આ સમગ્ર મામલે માનસર ગ્રામ પંચાયતે માર્ગ અને મકાન વિભાગ ઉપરાંત મોરબી જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી છે. રોડનું કામ તાત્કાલિક શરૂ કરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

