મોરબી: શહેરના વીસીપરા વિજયનગર વિસ્તારમાં રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ ખાલી જગ્યામાં પાર્ક કરાયેલા ટ્રેક્ટરોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો અલગ-અલગ માલિકોના કુલ છ ટ્રેક્ટરમાંથી એમરોન કંપનીની બેટરીઓ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, વીસીપરા વિજયનગર શેરી નં. 1, રોહિદાસપરા વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ દેવજીભાઈ મકવાણાએ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી સહિત અન્ય લોકોના અલગ-અલગ ટ્રેક્ટરો વિજયનગર વિસ્તારમાં ખાલી જગ્યામાં પાર્ક કરવામાં આવ્યા હતા. રાત્રિના સમયે અજાણ્યા શખ્સે તકનો લાભ લઈ કુલ છ ટ્રેક્ટરમાંથી એમરોન કંપનીની છ બેટરી કાઢી ચોરી કરી હતી. ચોરી થયેલી બેટરીઓની કુલ કિંમત આશરે રૂ. 42,000 હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા મોરબી સિટી બી-ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી ચોરીમાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડવા તેમજ મુદ્દામાલ શોધવા માટે તપાસ હાથ ધરી છે.

