HomeGujaratમોરબીના ઘૂંટુ નજીક LCB પોલીસે બ્રેઝા કારમાંથી વિદેશી દારૂની 315 બોટલ ઝડપી,...

મોરબીના ઘૂંટુ નજીક LCB પોલીસે બ્રેઝા કારમાંથી વિદેશી દારૂની 315 બોટલ ઝડપી, બે શખ્સોની ધરપકડ

મોરબીના ઘૂંટુ ગામ નજીક એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી બ્રેઝા કારમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે દારૂના જથ્થા સાથે સંકળાયેલા અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ઘૂંટુ ગામ નજીક મુખ્ય માર્ગ પર એક બ્રેઝા કાર શંકાસ્પદ હાલતમાં ઉભી છે. જેના આધારે પોલીસે કાર નંબર GJ-36-BB-5656ની તપાસ હાથ ધરતા અંદરથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ 315 બોટલ મળી આવી હતી.

પોલીસે રૂ.75,485ની કિંમતનો વિદેશી દારૂ તેમજ રૂ.8 લાખની બ્રેઝા કાર સહિત કુલ રૂ.8,75,485નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હળવદ તાલુકાના રાતાભર ગામના પ્રતાપભાઈ ભરતભાઈ કેરવાડીયા અને રોહિતભાઈ સવઘણભાઈ ઈંદરીયાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં આ દારૂના જથ્થા મામલે માથક ગામ, હળવદના શક્તિ રાજપુતનું નામ સામે આવ્યું હતું, જોકે તે સ્થળ પર મળી આવ્યો ન હોવાથી પોલીસે તેની ધરપકડ માટે શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,630SubscribersSubscribe

TRENDING NOW