HomeGujaratમોરબીમાં ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીમાં ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બાઈક ચોરીના વણઉકેલાયેલા ગુનાનો મોરબી ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીની હોન્ડા સાઈન બાઈક સાથે એક શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી. અને પેરોલ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન સમર્પણ હોસ્પિટલથી નેશનલ હાઈવે તરફ જતા આર.સી.સી. રોડ પરથી એક શખ્સ હોન્ડા સાઈન બાઈક નંબર GJ-03-FR-9809 સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે બાઈકના દસ્તાવેજો અંગે પૂછપરછ કરતાં શખ્સ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. ત્યારબાદ પોલીસે તેને વિશ્વાસમાં લઈ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે આશરે 15 દિવસ અગાઉ સમર્પણ હોસ્પિટલ સામે આવેલા પ્રમુખ સ્ટીલના ગોડાઉન પાસેથી આ બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉથી બાઈક ચોરીનો ગુનો નોંધાયેલો હતો. જેથી પોલીસે ગૌતમભાઈ મગનભાઈ બોચિયા, રહે. ઈન્દિરાનગર, મોરબીવાળાને ચોરીની બાઈક સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને વધુ તપાસ માટે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ કાર્યવાહી સાથે મોરબી ક્રાઈમ બ્રાન્ચે બાઈક ચોરીના એક વણઉકેલાયેલા ગુનાનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,630SubscribersSubscribe

TRENDING NOW