HomeGujaratમોરબી જિલ્લામાં ઓગસ્ટ માસમાં રૂ. 1.60 કરોડના દારૂની હેરાફેરી કરનાર 3 બુટલેગરો...

મોરબી જિલ્લામાં ઓગસ્ટ માસમાં રૂ. 1.60 કરોડના દારૂની હેરાફેરી કરનાર 3 બુટલેગરો સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા તેમજ અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક અંકુશ મેળવવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા પાસા (PASA) કાયદા હેઠળ કડક અટકાયતી હુકમો કરવામાં આવ્યા છે.

પોલીસ અધિક્ષકની દરખાસ્તોના આધારે ઓગસ્ટ-2026 દરમિયાન દારૂની ગેરકાયદે હેરફેર સાથે સંકળાયેલા 3 બુટલેગરો સામે કાર્યવાહી કરી જેલહવાલે કરાયા છે. જેમાં મોરબી શહેર ‘એ’ ડિવિઝન હેઠળ આશરે રૂ. 1 કરોડના દારૂની હેરાફેરીમાં સંકળાયેલ હિન્દુભાઈ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવા તેમજ ટંકારા પોલીસ સ્ટેશન હેઠળ રૂ. 60 લાખના દારૂના ગુનાઓમાં સામેલ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો નાગજીભાઈ ફાંગલીયા અને વશરામભાઈ નારણભાઈ સાટકાનો સમાવેશ થાય છે. આ અટકાયતી ઈસમોને સુરત, અમદાવાદ અને જૂનાગઢની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના મુજબ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મોરબી દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા દિનેશભાઈ બાબુભાઈ ચૌહાણને મોરબી અને આસપાસના જિલ્લાઓની હદમાંથી 6 માસ માટે હદપાર (તડીપાર) કરવાનો હુકમ કરાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW