મોરબીના સરદાર રોડ પર જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલી રાધાકૃષ્ણ જ્વેલર્સમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. રાત્રિના સમયે દુકાનની પાછળની દિવાલ તોડી બાખોરું પાડી ચોર ઈસમો અંદર પ્રવેશ્યા હતા.
પોલીસ ફરિયાદ મુજબ, તસ્કરો દુકાનમાંથી આશરે 24 ગ્રામ સોનાના દાગીના, 6 કિલો 250 ગ્રામ ચાંદીના ઘરેણાં અને 1 કિલો 500 ગ્રામ ચાંદીનો ભંગાર મળી કુલ રૂ.17.24 લાખની કિંમતની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ મામલે દુકાનના માલિક દીપકભાઈ જયંતીભાઈ માંડલિયાએ અજાણ્યા ચોર ઈસમો સામે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

