હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ.31,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ટીકર (રણ) ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન જુગાર રમતા મનસુખભાઈ માનસિંગભાઈ ખાંભડીયા, મુન્નાભાઈ છેલાભાઈ ખોડા, વિષ્ણુભાઈ રઘુભાઈ કુડેચા અને મુળજીભાઈ ગુગાભાઈ ઝીંઝવાડિયાને પોલીસે ઝડપી લીધા હતા. ચારેય શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી હળવદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

