HomeGujaratમોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસેથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસેથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કે છળકપટથી મેળવેલી હોવાની શંકા ધરાવતી મોટરસાયકલ સાથે એક ઈસમને એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ત્રાજપર ચાર રસ્તા નજીક બારૈયા પાન પાસે રોડ પર એક નંબર વગરની મોટરસાયકલ સાથે ઈસમ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે તેને રોકી મોટરસાયકલ અંગે પૂછપરછ કરતાં તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.

પોલીસે મોટરસાયકલની આર.સી. બુક અને સંબંધિત કાગળો માંગતાં ઈસમે પોતાની પાસે કોઈ દસ્તાવેજો ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બાઈકના ચેસીસ અને એન્જિન નંબરના આધારે તપાસ કરાવતા તેનું રજીસ્ટ્રેશન નંબર GJ-36-AB-0234 હોવાનું સામે આવ્યું હતું. મોટરસાયકલ ચોરી કે છળકપટથી મેળવેલી હોવાની શંકા જણાતા પોલીસે તેને બી.એન.એસ.એસ. કલમ ૧૦૬(૧) મુજબ કબજે કરી હતી. તેમજ આરોપી જયદેવભાઈ રમેશભાઈ ડાભી, રહે. ખરેડા ગામ, હાઈસ્કૂલ પાછળ, તા.જી. મોરબીવાળાની બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW