HomeGujaratહળવદના જુના ઈશનપુરમાં ટ્રેક્ટર ચલાવવા બાબતે ઝઘડો, પાંચ મહિલા સહિત નવ સામે...

હળવદના જુના ઈશનપુરમાં ટ્રેક્ટર ચલાવવા બાબતે ઝઘડો, પાંચ મહિલા સહિત નવ સામે ગુનો

હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે શેરીમાં ટ્રેક્ટર ઝડપથી ચલાવવા બાબતે સમજાવવા ગયેલા ત્રણ યુવકો સાથે બોલાચાલી કરી હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે હળવદ પોલીસે પાંચ મહિલા સહિત કુલ નવ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જુના ઈશનપુર ગામે રહેતા હેમંતભાઈ બાલાભાઈ મકવાણા (ઉ.વ.34) ગત તા.1 સપ્ટેમ્બરના રોજ તેમના ભત્રીજા કેતનભાઈ તથા પ્રકાશભાઈ સાથે ઘર પાસે બેઠા હતા. તે સમયે આરોપી ભરતભાઈ પાલાભાઈ મકવાણા ટ્રેક્ટર ઝડપથી ચલાવીને શેરીમાંથી પસાર થતાં, ત્રણેય યુવકો તેમને સમજાવવા માટે તેમના ઘરે ગયા હતા.

આ દરમિયાન ભરતભાઈ, હમીરભાઈ, દશરથભાઈ, શારદાબેન, નિલેશભાઈ, હીરૂબેન, હંસાબેન, હિનાબેન, શારદાબેન અને કિંજલબેન સહિતના કુલ નવ લોકોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ ધારીયું, ધોકો, લોખંડનો પાઇપ, છરી, પાવડો અને પથ્થરો જેવા હથિયારો બતાવી ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW