HomeGujaratમોરબીમાં મોડી રાત્રે શ્રમિકોને આંતરી છરીની અણીએ લૂંટ, બે મોબાઈલ અને રોકડ...

મોરબીમાં મોડી રાત્રે શ્રમિકોને આંતરી છરીની અણીએ લૂંટ, બે મોબાઈલ અને રોકડ લઈ ત્રણ શખ્સ ફરાર

મોરબીના ખોખરા હનુમાન રોડ પર મોડી રાત્રે જમીને પરત ફરી રહેલા શ્રમિકોને ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરી લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. પીળા રંગના એક્સેસ સ્કૂટર પર આવેલા લૂંટારુઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી શ્રમિકો પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડ રકમ બળજબરીથી પડાવી ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, મૂળ બનાસકાંઠા જિલ્લાના મીઠા વીચારણ ગામના રહેવાસી અને હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પેપરમીલની ઓરડીમાં રહેતા રાહુલભાઈ વેલાભાઈ વાલીડીયા (ઉ.વ.18)એ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, રાહુલભાઈ પોતાના સાથી રાણાભાઈ અને સુરજભાઈ સાથે ભરતનગરથી ખોખરા હનુમાન તરફ જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં આશરે 30થી 35 વર્ષની ઉંમરના ત્રણ અજાણ્યા શખ્સો પીળા રંગના સુઝુકી એક્સેસ સ્કૂટર પર આવીને શ્રમિકોને આંતર્યા હતા.

ત્રણેય શખ્સોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી શ્રમિકોને ડરાવ્યા હતા. ત્યારબાદ રાહુલભાઈ અને રાણાભાઈ પાસેથી બે મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત રૂ.10,000 હોવાનું જણાવાયું છે, તેમજ રાહુલભાઈના ખિસ્સામાંથી રૂ.1,000 રોકડા બળજબરીથી પડાવી લીધા હતા.

લૂંટ કર્યા બાદ ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW