HomeGujaratમોરબી મનપાની ફાયર શાખાએ 1 શાળામાં 300 વિદ્યાર્થી અને સ્ટાફને ફાયર પ્રીવેન્શનની...

મોરબી મનપાની ફાયર શાખાએ 1 શાળામાં 300 વિદ્યાર્થી અને સ્ટાફને ફાયર પ્રીવેન્શનની ટ્રેનીગ આપી

મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા તા. 19 ઓગસ્ટથી 25 ઓગસ્ટ 2026 દરમિયાન ફાયર સેફ્ટી અને આગ નિવારણને લઈને વિવિધ કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન એક શાળાના 300 વિદ્યાર્થીઓ તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ આપવામાં આવી હતી.

ફાયર પ્રિવેન્શન કામગીરીના ભાગરૂપે વિવિધ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ ફાયર સેફ્ટી સિસ્ટમના ઇન્સ્ટોલેશનની ચકાસણી કરવામાં આવી હતી. અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન ન કરતી બિલ્ડિંગને નોટિસ આપી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 5 ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) અને 2 હંગામી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ માટેની અરજીઓ આર.એફ.ઓ. કચેરીમાં આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.

આગ નિવારણ અંગે લોકોને જાગૃત કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવા તેમજ ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી જાનમાલનું નુકસાન અટકાવવાના હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન મોરબીમાં કુલ 2 ફાયર કોલ મળ્યા હતા, જેમાં ફાયર વિભાગના જવાનોએ સ્થળ પર પહોંચી જરૂરી કામગીરી કરી હતી. આગ કે અન્ય કોઈપણ પ્રકારની ઇમરજન્સી સમયે મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના 101, 112 અથવા (02822) 230050 નંબર પર સંપર્ક કરી શકો છો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW