HomeGujaratમોરબી જિલ્લામાં જમીન રેકોર્ડ સુધારણા માટે વિશેષ ઝુંબેશ, 11 ગામોમાં યોજાશે કેમ્પ

મોરબી જિલ્લામાં જમીન રેકોર્ડ સુધારણા માટે વિશેષ ઝુંબેશ, 11 ગામોમાં યોજાશે કેમ્પ

ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીન રેકોર્ડને વધુ સચોટ, પારદર્શક અને અદ્યતન બનાવવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રમોલગેશનની પ્રક્રિયા પૂર્ણ થયેલા ગામોમાં જમીનધારકો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ગામે-ગામે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પોમાં ખેડૂતો દ્વારા જમીન રેકોર્ડ અંગે રજૂ કરવામાં આવતા વાંધાઓ, સર્વે નંબર સંબંધિત ભૂલો તેમજ જમીનની માપણીને લગતા પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ વિશેષ અભિયાનમાં મોરબી, ટંકારા અને હળવદ તાલુકાના કુલ 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબી તાલુકાના રાજપર (કું) અને ઝીંઝુડા ગામમાં 24 અને 25 ઓગસ્ટ, 2026ના રોજ કેમ્પ યોજાશે.

ટંકારા તાલુકામાં ખાખરા અને ગજડી ગામે 28 અને 29 ઓગસ્ટ, 2026ના રોજ, જ્યારે દેવળીયા અને ધ્રોળીયા ગામે 31 ડિસેમ્બર, 2026થી 1 જાન્યુઆરી, 2027 દરમિયાન કેમ્પ યોજવામાં આવશે. રાજાવડ અને સખપર ગામના ખેડૂતો માટે 1 અને 2 માર્ચ, 2027ના રોજ ખાસ કેમ્પનું આયોજન કરાયું છે.

હળવદ તાલુકાના જુના અમરાપર અને પલાસણ ગામે 29 અને 30 એપ્રિલ, 2027ના રોજ, જ્યારે રાયધ્રા ગામે 28 અને 29 જૂન, 2027 દરમિયાન જમીન રેકોર્ડ સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે કેમ્પ યોજાશે.

કેમ્પ દરમિયાન ખેડૂતો અને જમીનધારકો પાસેથી અરજીઓ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ જરૂરી સ્થળ માપણી અને હકસારીની કાર્યવાહી હાથ ધરી નિયમ મુજબ જમીન રેકોર્ડમાં જરૂરી સુધારા અંગે હુકમ કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્રએ સંબંધિત તમામ ગામોના ખેડૂતો અને જમીનધારકોને અપીલ કરી છે કે તેઓ પોતાના જમીન રેકોર્ડમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા માટે જરૂરી આધાર-પુરાવા સાથે નિયત તારીખે યોજાનારા કેમ્પમાં હાજર રહી આ સુવિધાનો લાભ લે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW