HomeGujaratવાંકાનેરમાં અજાણ્યા મહિલા અને પુરૂષે જ્વેલર્સની દુકાનમાં વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટીની...

વાંકાનેરમાં અજાણ્યા મહિલા અને પુરૂષે જ્વેલર્સની દુકાનમાં વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટીની ચોરી કરી

વાંકાનેર: શહેરના મેઈન બજારમાં હીરા પન્ના કોમ્પ્લેક્ષની પાસે આવેલી ‘દ્વારકાધીશ જ્વેલર્સ’માં દાગીના ખરીદવાના બહાને આવેલા અજાણ્યા મહિલા અને પુરૂષે વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટીની ચોરી કરી નાસી છૂટ્યાની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ખોરાણા ગામે રહેતા કાનાભાઈ જોધાભાઈ ડાભીની સોના-ચાંદીના દાગીનાની લે-વેચની દુકાનમાં અજાણ્યા મહિલા અને પુરૂષ દાગીના ખરીદવાના બહાને આવ્યા હતા. દરમિયાન બંનેએ વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટી ચોરી કરી લીધી હતી.

ચોરાયેલી સોનાની બુટ્ટીનું વજન 5 ગ્રામ 190 મિલિગ્રામ હોવાનું અને તેની અંદાજિત કિંમત રૂ.81,400 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાને પગલે કાનાભાઈ ડાભીએ અજાણ્યા મહિલા અને પુરૂષ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતના પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવા પોલીસે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW