હળવદ તાલુકાના રાતાભે ગામે પોલીસે જુગારધામ પર દરોડો પાડી 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી રૂ. 1.27 લાખની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, હળવદ પોલીસને બાતમી મળી હતી કે રાતાભે ગામમાં પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયાના રહેણાંક મકાનમાં કેટલાક શખ્સો ભેગા મળી જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયા, જીલુ જાદવજીભાઈ કેરવાડીયા, ગણપત નટુભાઈ પરમાર, અનિલ ગણેશભાઈ ચડાણીયા, વિજય પ્રભુભાઈ ચૌહાણ, જીવરાજ હેમુભાઈ સારલા, ઘનશ્યામ નરશીભાઈ કેરવાડીયા અને જયંતી ભીમાભાઈ કેરવાડીયાને ઝડપી લેવામાં આવ્યા હતા.
તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

