HomeGujaratમોરબીના આમરણ ખાતે સ્વ. વેદાંત કુમાર કાસુન્દ્રાની સ્મૃતિમાં 17 ઓગસ્ટે રક્તદાન શિબિર...

મોરબીના આમરણ ખાતે સ્વ. વેદાંત કુમાર કાસુન્દ્રાની સ્મૃતિમાં 17 ઓગસ્ટે રક્તદાન શિબિર યોજાશે

મોરબીના આમરણ ખાતે સ્વ. વેદાંત કુમાર ભરતભાઈ કાસુન્દ્રાની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. વેદાંત કુમાર કાસુન્દ્રાના પરિવાર તેમજ આમરણ ગૌશાળા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન શિબિર યોજાશે.

આ શિબિર તા. 17 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 8 થી 12 વાગ્યા સુધી આમરણના ડાયમંડનગર સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે યોજાશે. આયોજકો દ્વારા સ્વ. વેદાંત કુમાર કાસુન્દ્રાને ભાવાંજલિ રૂપે યોજાનાર આ રક્તદાન મહાયજ્ઞમાં વધુમાં વધુ લોકો જોડાઈ સ્વૈચ્છિક રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

આ પ્રસંગે આયોજક પરિવાર દ્વારા સૌવ લોકોને ઉપસ્થિત રહી રક્તદાન કરી માનવસેવાના આ કાર્યમાં સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW