HomeGujaratમોરબીમાંથી વધુ 1272 યુરિયા ખાતરનો જથ્થો પકડાયો

મોરબીમાંથી વધુ 1272 યુરિયા ખાતરનો જથ્થો પકડાયો

મોરબીના રાજપર રોડ પર આવેલા એક ભાડે રાખેલા ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ યુરિયા ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો છે. મોરબી (SOG) ની ટીમે દરોડો પાડી રૂ. 3.38 લાખની કિંમત ધરાવતી 1272 બેગ યુરિયા ખાતરનો જથ્થો પકડી પાડ્યો છે.
દરોડા દરમિયાન ગોડાઉનમાંથી કુલ 1272 બેગ યુરિયા ખાતર (અંદાજિત કિંમત ₹3.38 લાખ) જપ્ત કરવામાં આવ્યું છે.
SOG ની ટીમે સફળ દરોડા બાદ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મોરબીને જાણ કરી હતી, જેના આધારે ખેતીવાડી વિભાગે સ્થળ પર પહોંચી કાયદેસરની તપાસ પ્રક્રિયા હાથ ધરી હતી.
: પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગોડાઉન ‘જય એગ્રો’ના માલિક જયેશભાઈ કાનજીભાઈ બુડાસણા દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું. હાલ ખેતીવાડી વિભાગ અને પોલીસ દ્વારા ખાતરના આ જથ્થાના સ્ત્રોત તેમજ તેની હેરાફેરી અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW