HomeGujaratચરાડવામાં ટ્રાવેલ્સ ઓફિસમાં ચાલતા તીન પત્તીના જુગાર પર એલસીબી-પેરોલ સ્કોડનો દરોડો, ત્રણ...

ચરાડવામાં ટ્રાવેલ્સ ઓફિસમાં ચાલતા તીન પત્તીના જુગાર પર એલસીબી-પેરોલ સ્કોડનો દરોડો, ત્રણ ઝડપાયા

મોરબી એલ.સી.બી. અને પેરોલ સ્કોડના સ્ટાફને અગાઉથી મળેલી ખાનગી બાતમીના આધારે હળવદ તાલુકાના ચરાડવા ગામમાં સફળ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બાતમી મુજબ, હળવદના ચરાડવા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં વિજયભાઈ છગનભાઈ માકાસણા પોતાના કબજાની ઓફિસમાં બહારથી લોકોને બોલાવી તીન પત્તીનો જુગાર રમાડતા અને નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની માહિતી મળી હતી.

આ આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતાં તીન પત્તીનો જુગાર રમતા કુલ ત્રણ વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં વિજયભાઈ છગનભાઈ માકાસણા (રહે. ચરાડવા), રફીકભાઈ હારૂનભાઈ મોવર (રહે. માળીયા મિયાણા, માતમના ઓટા પાસે) અને દિલીપભાઈ અરવિંદભાઈ સોનગ્રા (રહે. ચરાડવા પ્લોટ વિસ્તાર, તા. હળવદ)નો સમાવેશ થાય છે.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 61,000નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી હળવદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW