HomeGujaratમોરબીના વાવડી રોડ પર જૂની અદાવતમાં ત્રણ શખ્સોનો યુવક પર લોખંડના પાઇપ...

મોરબીના વાવડી રોડ પર જૂની અદાવતમાં ત્રણ શખ્સોનો યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો

મોરબીના વાવડી રોડ પર આવેલી સુમતીનાથ સોસાયટીમાં રહેતા હરેશભાઈ જલાભાઈ દેવસુર (ઉંમર 28 વર્ષ)એ આરોપી સલીમ ઉર્ફે સલો, બાબુ સંધી અને મકબુલ સંધી વિરુદ્ધ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે પાંચથી છ વર્ષ અગાઉ થયેલા ઝઘડાને લઈને અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. બે દિવસ પહેલાં બંને પક્ષો સામસામે આવી જતા એકબીજા સામે કાતરું માર્યું હતું. ત્યારબાદ રસ્તા પર ફરી સામસામે થતાં આરોપીઓએ લોખંડના ઘણ અને પાઇપ વડે હરેશભાઈ પર હુમલો કર્યો હતો.

હુમલામાં ફરિયાદીને જમણા અને ડાબા પગ ઉપરાંત ખભાના ભાગે ઈજાઓ પહોંચી હતી. જેમાં જમણા પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાથે જ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું નોંધાયું છે.

ફરિયાદના આધારે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW