HomeGujaratમાળિયા (મી.)ના જુના ઘાટીલા પાસે ઢોર ચરાવતી વખતે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતાં...

માળિયા (મી.)ના જુના ઘાટીલા પાસે ઢોર ચરાવતી વખતે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતાં પ્રોઢનું મોત

માળીયા (મીયાણા) તાલુકામાં ભારે વરસાદ વચ્ચે દુઃખદ ઘટના સામે આવી છે.

માળીયાના જુના ઘાટીલા ગામના રહેવાસી ગલાભાઈ નોવાભાઈ હડા (ઉંમર 42) શનિવારે સાંજે નવા ઘાટીલા જવાના રસ્તે ડેટીયારીના નાલા પાસે ઢોર ચરાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આવેલા પાણીના તીવ્ર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માળીયા (મીયાણા) હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની પ્રાથમિક જાણ તાલુકા પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW