HomeGujaratCentral GujaratBIG NEWS: રાજકોટ સહિત રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકનો ઘટાડો

BIG NEWS: રાજકોટ સહિત રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકનો ઘટાડો

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો અંત આવ્યો છે તો બીજી તરફ ઓમિક્રોનની દહેશત હજુ પણ તોળાઈ રહી છે. ઓમિક્રોનના ઓછાયા વચ્ચે રાજ્ય સરકાર દ્વારા નાઈટ કર્ફ્યુને લઈને મોટી જાહેરાત કરી છે. જેમાં રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં 1 કલાકનો ઘટાડો કર્યો છે. જ્યારે રેસ્ટોરન્ટને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની જાહેરાત કરાઈ છે. રાજ્યસરકારની નવી ગાઈડલાઈનનું પાલન 1લી ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી કરાશે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

એક તરફ રાજ્યમાં દિવાળી બાદ કોરોનાની બીજી લહેરનો અંત આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. દિવાળી બાદ કોરોનાના કેસો ઘટતા રાજ્ય સરકારે નિયમંત્રણો હળવા કર્યાં છે. રાજ્યસરકારના જાહેરનામાામાં જણાવ્યા પ્રમાણે 8 મહાનગરોમમાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ત રહેશે. રાત્રિ કર્ફ્યુના સમયમાં ઘટાડો કરાયો છે. રાત્રે 1 વાગ્યાતી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુની અમલવારી કરાશે.

આ ઉપરાંત વધુમાં જણાવ્યું છે કે રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, સુરતમાં આવેલા રેસ્ટેરન્ટો રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તેમજ ખુલ્લામાં કે બંધ સ્થળે થતા લગ્ન પ્રસંગોમાં 400 લોકોની છુટ યથાવત્ત રાખવામાં આવી છે. તેમજ અંતિમક્રિયા અને દફનવિધિમાં 100 વ્યક્તિઓની મર્યાદા યથાવત્ત રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW