જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત વીરપર સ્થિત નવયુગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે લિંગ સંવેદનશીલતા (જેન્ડર સેન્સિટાઇઝેશન) વિષયક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સ્ત્રી-પુરુષ સમાનતા, પરસ્પર આદરભાવ, મહિલાઓના બંધારણીય અધિકારો અને ભેદભાવમુક્ત સમાજના નિર્માણ અંગે વ્યવહારુ ઉદાહરણો સાથે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે શૈક્ષણિક સંસ્થાઓ, કાર્યસ્થળ અને સમાજમાં મહિલાઓ માટે સુરક્ષિત તથા સન્માનજનક વાતાવરણ ઊભું કરવામાં યુવાવર્ગની જવાબદારી અંગે વિશેષ સમજ આપવામાં આવી હતી.
કોલેજના પ્રિન્સિપાલ સતીશભાઈ વોરા તથા અધ્યાપકગણ, સંકલ્પ હબના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી સહિતનાની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


